ફીડ નહીં. પોસ્ટ નહીં. ફક્ત નોકરીઓ.

LinkedIn, Indeed અને નોકરીની અન્ય વેબસાઈટ્સ પરથી નોકરી શોધો. મફત. ખાતાની જરૂર નથી.

નોકરીનાં પરિણામો દર્શાવતી Signrની જાહેર શોધ.

નોકરીની શોધમાં દેખાડો ન હોવો જોઈએ. અમે શું બાકાત રાખ્યું છે, તે જુઓ.

ફીડ નહીં

અહીં સ્ક્રોલ કરવા જેવું કંઈ નથી, એટલે તમારો સમય કામ શોધવામાં જાય છે.

પોસ્ટ નહીં

“જણાવતાં ખૂબ આનંદ થાય છે” જેવી પોસ્ટ લખવાની કોઈ જરૂર નથી.

ચુકવણીની કોઈ શરત નથી

ચુકવણીની કોઈ શરત વિના Signr પર કોઈને પણ સંદેશ મોકલો.

ઈ-મેઈલ સરનામું શેર કરવાની જરૂર નથી

તમે અહીં નોકરી શોધવા આવ્યા છો, જાહેરાતોનું નિશાન બનવા નહીં. રિક્રૂટર્સને તમારું ઈ-મેઈલ સરનામું આપ્યા વિના તમારો સંપર્ક કરવા દો.

નોકરીની વેબસાઈટ્સ વચ્ચે ભટકવાનું બંધ કરો. તમારી બધી નોકરીઓ, એક જ સ્થળે.

દસ ટૅબ, દસ લૉગિન, વારંવાર ટાઇપ કરેલી એકની એક વિગતો. Signr પરથી એ બધી વેબસાઈટ્સ પર શોધો અને તમને મળતી દરેક નોકરી એક જ યાદીમાં રાખો.

પૂરેપૂરી પહોંચ. શૂન્ય ફી.

ભરતી કરી રહ્યા છો? કંપની પેજની જરૂર વગર, તમે ઇચ્છો તેટલી નોકરીઓ ઇચ્છો ત્યાં સુધી પોસ્ટ કરો.

  • અમારાં મફત જોબ પોસ્ટિંગ્સ અમુક સંખ્યામાં ઉમેદવારો અરજી કરે પછી દૂર કરવામાં આવતાં નથી, અને તે કેટલો સમય ચાલુ રહી શકે તેની કોઈ મનસ્વી સમયમર્યાદા નથી.
  • તમારી કંપનીના કરિયર પેજ પરથી નોકરીઓ સીધી ઇમ્પોર્ટ કરો.
  • તમે પસંદ કરેલાં કૌશલ્યોના આધારે એકસાથે 50 સુધીનાં રિઝ્યુમ મફતમાં તપાસો.
  • કર્મચારીઓ માટે અમર્યાદિત શોધ. તમને મળતા લોકોને અનુકૂળ યાદીઓમાં સાચવો.
જાહેર શોધમાં દેખાતા મફત લિસ્ટિંગ સાથેનું Signrનું જોબ પોસ્ટિંગ ફોર્મ.

અભિપ્રાયો પોસ્ટ કરવાથી નોકરી નહીં મળે. તમારા કામના અનુભવથી મળશે.

Signr પર લખવા માટે કોઈ પોસ્ટ નથી અને ટિપ્પણીઓનો કોઈ વિભાગ પણ નથી. તમારું રિઝ્યુમ જ નોકરીદાતાઓ સામે તમારી રજૂઆત છે.

  • રિઝ્યુમ લખવામાં અને તેને નોકરી મુજબ વ્યક્તિગત બનાવવામાં AIની મદદ, મફત. મોંઘાં પ્રીમિયમ ખાતાં ખરીદવાની જરૂર નથી.
  • તમારા રિઝ્યુમને કોઈ પણ જોબ પોસ્ટિંગ સાથે સરખાવો અને અરજી કરતાં પહેલાં જુઓ કે શું ખૂટે છે.
  • તમારી પ્રોફાઇલ જાહેર શોધમાં ત્યારે જ દેખાય છે, જ્યારે તમે તેને લિસ્ટ કરવાનું પસંદ કરો.
ઉમેદવારનાં કૌશલ્યો, અનુભવ અને શૈક્ષણિક લાયકાત નોકરી સાથે કેટલો મેળ ખાય છે તે દર્શાવતી Signrની સરખામણી.

ચુકવણી મેળવવાની ચાર રીતો.

બાઉન્ટીથી લઈને રેફરલ્સ સુધી, Signr પરંપરાગત જોબ પોર્ટલ કરતાં ચુકવણી મેળવવાની વધુ રીતો આપે છે.

તમારા મિત્રોના રિક્રૂટર બનીને ચુકવણી મેળવો

જ્યારે તમે રેફર કરેલી વ્યક્તિ Signr પર જાહેરાત કરાયેલી નોકરી મેળવે, ત્યારે તમે તે નોકરીના જાહેરાત ખર્ચમાંથી હિસ્સો કમાઓ છો.

જાહેરાત ખર્ચમાંથી હિસ્સો

Signr પર જાહેરાત કરાયેલી નોકરી તમને મળે, તો નોકરીદાતાએ તેની જાહેરાત પાછળ કરેલા ખર્ચનો એક ભાગ તમે કમાઓ છો.

કલાકદીઠ કામ

બિલ કંઈ નોકરીની ઑફરની રાહ નથી જોતાં. ત્યાં સુધી ટૂંકા ગાળાનું કલાકદીઠ કામ કરી લો.

પગારવાળી ટ્રાયલ્સ

મુલાકાતોના ત્રણ રાઉન્ડ પછી પણ તમને ખબર નહીં પડે કે રોજબરોજ કામ કેવું હોય છે. ટૂંકી પગારવાળી ટ્રાયલથી તમે અને નોકરીદાતા સાથે મળીને આ જાણી શકો છો, અને તે દરમિયાન તમે કમાઓ પણ છો.

ચુકવણીની કોઈ શરત વિના Signr પર કોઈને પણ સંદેશ મોકલો.

જો તમે તમારું ઈ-મેઈલ સરનામું એક વાર પણ શેર કરો, તો તે મેઈલિંગ લિસ્ટમાં ઉમેરાઈ શકે છે, જેમાં તમે ક્યારેય જોડાવા માગતા ન હતા. Signr પર લોકો તમારા ઈ-મેઈલ સરનામાની જરૂર વિના તમને સંદેશ મોકલી શકે છે.

  • તમારા Signr ઇનબૉક્સમાં નામ દેખાય છે, ઈ-મેઈલ સરનામાં નહીં.
  • તમારી Signr ચેટ વેબ ઍપ અને બ્રાઉઝર એક્સ્ટેંશન બંનેમાં, એક જ ઇનબૉક્સમાં રહે છે.
  • ક્રેડિટ ખરીદ્યા વિના Signr પર કોઈને પણ સંદેશ મોકલો.

કોઈ ફી નહીં. કોઈ દેખાડો નહીં.

LinkedIn, Indeed અને નોકરીની અન્ય વેબસાઈટ્સ પરથી જેટલી વાર ઇચ્છો તેટલી વાર નોકરી શોધો. મફત. ખાતાની જરૂર નથી.